CM કિસાન સહાય યોજના 1 લાખ સુધીનું વળતર

 

 

 

CM કિસાન સહાય યોજના 1 લાખ સુધીનું વળતર

 

નમસ્કાર મિત્રો અમારી વેબસાઈટ પર આવવા બદલ આભાર, અમે અહીં તમને તાજેતરમાં સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ cm કિસાન સહાય યોજના વિશે  માહિતી આપીશુ.

 

આ યોજનાની જાહેરાત cm વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલ છે. આ યોજના હાલમાં ચાલી રહેલ ઋતુ ને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલ છે એ ઋતુ એટલેકે ચોમાસુ. આઋતુમાં અમુક જગ્યાએ અતિશય વધારે અથવાતો અતિશય ઓછો વરસાદ પડેછે.  જેમ કે જે જગ્યાએ વધારે વરસાદ પડે તો ખેડૂતે વાવેલ પાક માં પાણી ભરાઈ જાય છે અને બધો પાક નાસ પામે છે આથી આને અતિવૃષ્ટિ દ્વારા પાકનું થયેલું નુકસાન ગણવામાં આવેછે. અને અમુક જગ્યાએ ખુબજ ઓછી માત્રામાં વરસાદ પડતો હોય છે આ જગ્યાએ પણ પાક ને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાથી પાક નાસ પામે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલ છે.

 

ચાલો હવે આપણે જાણીએ કે આ યોજનામાં કોને કોને 1 લાખ સુધીનું વળતર મળી સકશે? 

 

કયા ત્રણ જોખમોની ગણતરી કરવામાં આવશે?

 (1) દુષ્કાળ

 જેતે તાલુકામાં 10 ઇંચ થી વરસાદ ઓછો અથવાતો ચોમાસાની સીઝન ચાલુ થાય ત્યારથી તે 31 ઓગસ્ટ ના આ બે વચ્ચે વરસાદ ન થયો હોય તો તેને દુષ્કાળ ના વિભાગમાં ગણવામાં આવશે.

 (2) અતિવૃષ્ટિ

 જે તે તાલુકામાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટ્યું હોય જેમ કે 48 કલાકમાં 35 ઇંચ વરસાદ કે તેથી વધુ અને તેના ઉપરાંત રાજ્યમાં 48 કલાકમાં 25 ઇંચ કે  તેથી વધુ વરસાદ પડે તો તે પાક માટે નુકસાન કારક બનશે. આથી આને અતિવૃષ્ટી ના વિભાગમાં ગણવામાં આવશે.

 (3) માવઠું

 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે સતત 48 કલાકમાં 50 મ.મ એટલેકે 2 ઇંચથી વધુ વરસાદ પડે તો પાકને નુકસાન થાય. આથી તેને કમોસમી વરસાદ ગણવામાં આવે છે. અને તેને માવઠાના વિભાગમાં ગણવામાં આવશે.  

 

(1) રાજ્યના કેટલા ખેડૂતોને આવરી લેશે ?

 

- રાજ્યના તમામ ખેડૂતોને આવરી લેશે.

 

(2) કઈ ઋતુના પાક માટે આ યોજનાનો લાભ મળશે?

 

ખરીફ ઋતુના બધા પાકો માટે. આ યોજના ફક્ત ચાલુ ખરીફ ઋતુ માટેજ અમલમાં આવશે.

 

(3)સહાય કયા ધોરણે મળશે?

 

પાક નુકસાનની ટકાવારી- 33% થી 60% સુધી- સહાય રૂ. પ્રતિ હેકટર- રૂ. 20,000/- 

 

60% થી વધુ. હોય તો - સહાય રૂ. પ્રતિ હેકટર રૂ. 20,000/- 

 

(4) વધુમાં વધુ કેટલા હેકટર સુધી સહાય મળશે?

 

4 હેકટર

 

(5) સહાય કેવી રીતે મળશે?

 

dbt મારફત ખેડૂતોના બેન્ક ખાતામાં સીધી સહાય જમા થશે.

 

(6) અરજી કેવી રીતે કરવાની રહેશે?

 

અરજીથી તે પેમેન્ટ સુધીની પ્રક્રિયા ઓનલાઇન થશે.

 

ઇગ્રામ કેન્દ્ર પરથી રાજ્ય સરકારના ખર્ચે અરજી થશે.

 

 

જોતમને અમારી આપોસ્ટ મદદરૂપ થઈ હોય તો મહેબાની કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો આભાર.

 

file_name.zip 200kb

No comments:

Post a Comment